ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા ભરતી 2023 : (ઓફિસ એટેન્ડન્ટ) ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલિફ અને પટાવાળા સહિત વર્ગ 3 અને વર્ગ 4 ની કુલ 1778 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની ઓજસ વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે.
આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પ્રમાણે તારીખ 28 એપ્રિલ થી ફોર્મ ભરવાના શરુ થાય છે.
ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા ભરતી 2023
ભરતી કરનાર સંસ્થાનું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટનું નામ | બેલિફ અને પટાવાળા |
નોકરીનું સ્થળ | ગુજરાત |
પગાર ધોરણ | 19,500 |
ફોર્મ શરૂ થવાની તારીખ | 28/04/2023 (12:00 Hours) |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 19/05/2023 (23:59 Hours) |
સતાવાર વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ અને જગ્યાઓ :
ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કઈ પોસ્ટ માં કેટલી જગ્યાઓ છે તે નીચે મુજબ છે:
બેલિફ/પ્રોસેસ સર્વર | 109 |
નીચલી અદાલત હસ્તક પટાવાળા | 1499 |
ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક પટાવાળા | 11 |
નીચલી અદાલત હસ્તક ડ્રાઈવર | 47 |
ઔધ્યોગિક અને મજૂર અદાલત હસ્તક બેલિફ/પ્રોસેસ સર્વર | 12 |
હાઇકોર્ટ ભરતી માટે અગત્યની તારીખઓ
Starting Date for Submission of Online Application | 28 / 04 / 2023 (12:00 Hours) |
Closing Date for submission of Online Application | 19 / 05 / 2023 (23:59 Hours) |
Elimination Test (Objective Type – MCQs) | 25 / 06 / 2023 |
Main Written Examination (Descriptive Type) | August – 2023 |
Practical / Skill (Typing) Test | October – 2023 |
ઉમર વર્ષ: 21 થી 35 વર્ષ
ચલણ
- SC, ST, SEBC, EWS, PH, Ex-Armyman : Rs.500
- All Other: Rs.1000
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક
- અંગ્રેજી અને/અથવા ગુજરાતીમાં કોમ્પ્યુટર પર 5000 કી ડિપ્રેશનની ટાઈપ કરવાની ઝડપ.
જાણો ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવું?
ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો;
- સૌ પ્રથમ તમે ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
- હવે Job Application સેકશન પર ક્લિક કરો.
- ત્યા તમે જે પોસ્ટ માં ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- બસ, તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે ઉપયોગી લિંક
ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન આપેલી છે તો જે એકવાર વાંચી સંપૂર્ણ અને પછી ફોર્મ ભરવા વિનંતી અને નીચે અન્ય કોઈ તકલીફ હોય તો કોમેન્ટ કરવા પણ વિનંતી.
ગુજરાત હાઈકોર્ટ ઓફિસ એટેન્ડન્ટ સિલેબસ 2023
પરીક્ષાનો સિલેબસ
1 | ગુજરાતી ભાષા |
2 | સામાન્ય જ્ઞાન |
3 | ગણિત |
4 | રમત ગમત |
5 | કરંટ અફેર્સ |
પરીક્ષાનું માળખુ
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ ૧૦૦ પ્રશ્નો તથા કુલ ૧૦૦ ગુણની રહેશે.
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.
- દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેશે.
- પરીક્ષાનો સમયગાળો ૧ કલાક અને ૩૦ મિનિટ (૯૦ મિનિટ) નો રહેશે.
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ ઉપર જણાવ્યા મુજબ રહેશે.
- પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ અને ‘અનુ,જાતિ’ ના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૫૦ ગુણ અને ‘અનુ.જનજાતિ’, ‘સા.શૈ.પ.વર્ગ’, ફિઝીકલી ડિસેબલ્ડ/ડિફ્રન્ટલી એબલ્ડ (PH), માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૪૫ ગુણ મેળવવાના રહેશે. ત્યારબાદ, મેરીટના આધારે પસંદગીયાદી તૈયાર કરવામાં આવશે.
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જીલ્લા કક્ષાએ લેવી તે ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે.
- હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે અને સમયે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માટે હાજર રહેવા, જે તે ઉમેદવારે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે.
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં જવાબવહી / ઉત્તરવહી તરીકે ‘ઓ.એમ.આર. (OMR) શીટ’ આપવામાં આવશે, જેનુ મૂલ્યાંકન ઓ.એમ.આર.શીટ રીડર મશીન દ્વારા સ્કેન કરીને કરવામાં આવે છે. જે સંપૂર્ણ પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત હોઇ, ઓ.એમ.આર.શીટ રીચેકીંગ/રીએસેસમેન્ટ/ફરીથી મૂલ્યાંકન અંગેની કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.
- જો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવારો ઉત્તિર્ણ થશે તો, નામદાર હાઇકોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરીટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા એટલે કે ‘પ્રમાણપત્ર ચકાસણી/ડોક્યુમેન્ટ વેરીફીકેશન’ માટે યોગ્ય /લાયક ગણવામાં આવશે.
- ઉમેદવારે ઉપર જણાવેલ વેબસાઇટ પરથી પરીક્ષાના એક સપ્તાહ અગાઉ ઇ-કોલલેટર ડાઉનલોડ કરવાનો રહેશે.
