ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક ખેડૂતોને અનેક પ્રકારના લાભો અને સેવા આપવા માટે i-ખેડૂત પોર્ટલ યોજના 2022 શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ખેતી, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ્યોગ, જમીન અને જળ સંરક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ તમામ યોજનાઓ વિશેની માહિતી i-khedut પોર્ટલ પર ઉપલબ્ધ છે અને રાજ્યમાં દરેક ખેડૂત આ યોજનાઓનો લાભ મેળવવા માટે આ ઑનલાઇન પોર્ટલ પર અરજી કરી શકે છે.
i-khedut Portal પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
Step 1 સૌ પ્રથમ, અરજદારે i-khedut પોર્ટલ પર જવાનું રહેશે. પોર્ટલની મુલાકાત લીધા પછી, તમારી સામે હોમ પેજ ખુલશે. ત્યાર પછી તમારે “યોજનાઓ” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
Step 2 ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પેજ પર, વિવિધ પ્રકારની યોજનાઓ જોવા મળશે. અને તમારે જે યોજના નો લાભ લેવો છે કે માહિતી મેળવવી છે તો તે યોજના પર ક્લિક કરવાનું રહેશે
Step 3 તમે યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે અને જે યોજના માટે તમારે અરજી કરવી છે તો તે યોજના પર ક્લિક કરી અરજી કરવાની રહેશે.
Step 4 ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે અગાઉ થી રજિસ્ટ્રેશન કરાવેલ છે કે નહિ.
Step 5 જો તમે રજિસ્ટ્રેશન કરાવેલ નથી, તો તમારે હા કે ના પર ક્લિક કરવાનું રહેશે અને પછી આગળ વધો બટન પર ક્લિક કરો. પછી તમારે આગલા પેજ પર નવા નોંધણીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
Step 6 વિકલ્પ પર ક્લિક કર્યા પછી, યોજના માટે અરજી નું ફોર્મ તમારી સામે ખુલશે અને તેના માટે તમને વ્યક્તિગત વિગતો જેવી કે નામ, સરનામું, બેંક ની વિગતો, જમીન ની વિગતો, રેશન કાર્ડની વિગતો ભરવાની રહેશે અને પછી કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
Step 7 બધી માહિતી ભર્યા પછી તમારે અરજી સેવ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.આ રીતે તમારી i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે.
Step 8 અમને આશા છે કે તમને i-khedut પોર્ટલ યોજના 2022 વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. હજુ પણ તમે કઈ વસ્તુ જાણવા માંગતા હોય તો અમારા વોટ્સએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાય શકો છો અથવા કૉમેન્ટ પણ કરી શકો છો.